Menu

ગીતશાસ્ત્ર 130

IRV

1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. 2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. 3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? 4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. 5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. 6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. 7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. 8 તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate