Menu

ગીતશાસ્ત્ર 142

IRV

1 હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું. 2 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. 3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે. 4 હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી. 5 હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો. 6 મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. 7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate